ગુજરાત સહિત સમગ્ર ઉત્તર ભારત હીટવેવનો પ્રકોપ

ગુજરાત સહિત સમગ્ર ઉત્તર ભારતમાં  હીટવેવનો  પ્રકોપમાં વધારો થયો હતો. રાજસ્થાન, ઉત્તરપ્રદેશ અને પંજાબમાં તાપમાન 45 ડિગ્રી સેલ્સિયસને સ્પર્શ કરી ગયું હતું. ઉત્તરપ્રદેશના બાંદામાં સૌથી વધુ 46.6 ડિગ્રી તાપમાન નોંધાયું હતું, જ્યારે રાજસ્થાનના બાડમેર અને જેસલમેરમાં 46 ડિગ્રીએ પારો પહોંચ્યો હતો. ગુજરાતમાં અમદાવાદમાં સૌથી વધુ 44.8 ડિગ્રી તાપમાન નોંધાયું હતું, જે વર્તમાન સિઝનનું સૌથી વધુ હતું. રાજ્યના મોટાભાગના શહેરોમાં તાપમાન 40 ડિગ્રીથી વધુ રહ્યું હતું.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *